ઓસ્લો (નોર્વે): કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ દુનિયાભરના અનેક દેશોમાં લોકોને રસી મૂકવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે ફાઈઝર રસી(Pfizer Vaccine) અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. કારણ કે નોર્વેમાં સાઈડ ઈફેક્ટ બાદ 13 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શું થઈ રહ્યું છે? ખૂંખાર Leopard ના વર્તનમાં 'ધરમૂળ ફેરફાર' બન્યો ચર્ચાનું કારણ, જુઓ Viral Video


અત્યાર સુધી 33 હજાર લોકોને અપાઈ રસી
નવા વર્ષથી 4 દિવસ અગાઉ નોર્વેમાં ફાઈઝર રસી મૂકવાની શરૂઆત થઈ હતી અને 67 વર્ષના સવિન એન્ડરસનને પહેલી રસી અપાઈ હતી. ત્યારબાદથી અત્યાર સુધીમાં 33 હજાર લોકોને રસી મૂકાઈ છે. રસીકરણની શરૂઆત સાથે જ જાહેરાત કરી દેવાઈ હતી કે કેટલાક લોકોને સાઈડ ઈફેક્ટ થશે. 


29 લોકોમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી
રશિયન સમાચાર એજન્સી સ્પૂતનિકના રિપોર્ટ મુજબ નોર્વેજીયન મેડિસિન એજન્સીએ કહ્યું કે 29 લોકોમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી છે જ્યારે રસી અપાયા બાદથી અત્યાર સુધીમાં 23 લોકોના મોતને રસીકરણ સાથે જોડવામાં આવી રહ્યા છે. જો કે અત્યાર સુધી તેમાંથી ફક્ત 13 દર્દીઓની જ તપાસ થઈ છે. એજન્સીના મેડિકલ ડાઈરેક્ટર સ્ટેનાર મેડસેન (Steinar Madsen) એ દેશના રાષ્ટ્રીય પ્રસારક એનઆરકે સાથે વાતચીતમાં કહ્યું કે, '13 મોતમાંથી 9 ગંભીર સાઈડ ઈફેક્ટના કેસ છે.'


Corona Vaccine Myths: કોરોના રસી અંગે ફેલાવવામાં આવી રહ્યા છે જાત જાતના જુઠ્ઠાણા, જાણો શું છે સત્ય


મૃતકોની ઉંમર 80 વર્ષથી વધુ
ડાઈરેક્ટર સ્ટેઈનાર મેડસેન(Steinar Madsen) એ કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે જે લોકોના મોત થયા છે તેમાંથી મોટાભાગના નબળા કે વૃદ્ધ હતા. જે નર્સિંગ હોમમાં રહેતા હતા. મૃતકોની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તેમાંથી કેટલાક 90 વર્ષથી વધુ ઉંમરના પણ છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે તેમાંથી કેટલાક લોકોને રસી અપાયા બાદ તાવ અને બેચેનીનો સામનો કરવો પડ્યો હશે. ત્યારબાદ તેઓ ગંભીર રીતે બીમાર થયા અને પછી તેમનું મોત થયું. 


Corona Update: સરકારે કહ્યું- ગર્ભવતી મહિલાઓને કોરોનાની રસી મૂકાશે નહીં, ખાસ જાણો કારણ 


સાઈડ ઈફેક્ટથી ચિંતિત નથી પ્રશાસન
મેડસેને ભારપૂર્વક કહ્યું કે 'આ કેસ દુર્લભ છે અને હજારો લોકોને કોઈ પણ ઘાતક પરિણામ વગર રસી મૂકાયેલી છે. તેનો અર્થ એ થયો કે જે લોકોના મોત થયા છે, તેઓ હ્રદય સંબંધિત બીમારી, ડિમેન્સિયા અને અન્ય અનેક ગંભીર બીમારીઓથી પીડિત હતા.' તેમણે વધુમાં કહ્યું કે 'ઓથોરિટી અત્યાર સુધી પુષ્ટિ કરાયેલા સાઈડ ઈફેક્ટના કેસથી ચિંતિત નથી. એ સ્પષ્ટ છે કે રસીનું કેટલાક બીમાર લોકોને બાદ કરતા ઓછું જોખમ છે.'


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube